અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધા ભારે પ્રમાણમાં પ્રવર્તી રહી છે કેટલાક સમાજમાં હજુ પણ ડાકણ,ભૂત પ્રેત અંગે અનેક પ્રકારની માન્યતાઓ ચાલી રહી છે મેઘરજના ગ્રામ્ય પંથકમાં એક મહિલા તેનામાં માતાજી આવતા હોવાનું જણાવી ધુણતી હોવાથી મહિલાના સાસરિયાઓએ મહિલા પર ડાકણ હોવાનો વ્હેમ રાખી ત્રાસ આપતા મહિલાનો ઘર સંસાર તૂટવાના આરે આવતા મહિલાએ મેઘરજ પોલીસ સેન્ટરમાં આવેલ મહિલા સહાયતા કેન્દ્રને જાણ કરતા તેમની ટીમે મહિલાને ત્રાસ આપતા સાસરી પક્ષના લોકોને કાયદાની સમજ આપી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવી મહિલાનો ઘરસંસાર બચાવી લીધો હતો
મેઘરજના ગ્રામ વિસ્તારમાં એક મહિલા તેને માતાજી આવતા હોવાનું કહીં ધુણતી હોવાથી તેના સાસરી પક્ષના લોકો મહિલામાં ડાકણ પ્રવેશી ગઈ હોવાનું માની મહિલાને ત્રાસ આપતા મહિલાનો પતિ તેની પત્નીનું ઉપરાણું લેતો હોવાથી મહિલા સાસરી પક્ષના અસહ્ય બનેલા ત્રાસના પગલે મેઘરજ મહિલા સહાયતા કેન્દ્રનો સહારો લેતા કાઉન્સીલર શીતલ ભરવાડ અને રાધાબેન તેમજ તેમની ટીમે મહિલાને શાંત્વના આપી સાસરી પક્ષના લોકો અને અન્ય સામાજીક અગ્રણીઓને બોલાવી કાયદાનો ડર બતાવવાની સાથે મહિલાને ત્રાસ નહીં આપવા અને ડાકણ જેવા અપશબ્દો નહીં બોલવાની બાંહેધરી લેતા મહિલાના સાસરી પક્ષના લોકોને ભૂલ સમજતા ગામના સરપંચની આગેવાનીમાં સમાધાન થતા બંને પક્ષમાં આનંદ છવાયો હતો