મોડાસાના શીણાવાડ ગામના બુટલેગરો બેફામ બન્યા
Advertisement
અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી રેલમછેલ અને હેરાફેરી અટકાવવા સતત દોડાદોડ કરી રહી છે.મોડાસા રૂરલ પોલીસે વધુ એક વાર શિણાવાડ ગામના કુખ્યાત બુટલેગર વિજય જયસ્વાલના ઘરે તિજોરીમાંથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ ઝડપી પાડી હતી.
મોડાસા રૂરલ પીએસઆઇ જી.આર.ચૌધરી અને તેમની ટીમને બાતમી મળતા મોડાસા તાલુકાના શીણાવાડ ગામે બુટલેગરના ઘરે રેડ કરતાં તિજોરીમાં કપડાં અને સરસમાન વચ્ચે મુકેલ વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવતા પોલીસે કુલ.૧૫૫૦ કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી પોલીસની રેડને જોઈ ફરાર બુટલેગર વિજય કાન્તિભાઈ જયસ્વાલ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.