ગુજરાત સરકાર દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર અર્થે લોકો પહોંચાડે તે માટે ગુડ સમરિટન એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે અકસ્માતમાં અનેક લોકો સમયસર મદદ ન મળતા સારવારના અભાવે જીવ ગુમાવી ચુક્યા છે અરવલ્લી જીલ્લા કલેકટરે તત્કાલીન બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈને બાયડ નજીક અકસ્માત થતા ઇજાગ્રસ્તોને તેમની ગાડીમાં સારવાર અર્થે ખસેડતા ગુડ સમ રિટન પ્રશંસા પત્ર આપ્યું હતું
અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક અને જીલ્લા એસપી શૈફાલી બારવાલની ઉપસ્થિતિમાં જીલ્લા કલેકટર શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈને ઇજાગ્રસ્તોને ગોલ્ડન અવરમાં પોલીસજીપમાં સારવાર અર્થ દવાખાને ખસેડતા ગુડ સમ રિટન પ્રશંસા પત્ર આપી સન્માનિત કર્યા હતા શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ બાયડ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બાયડ નજીક અકસ્માતની ઘટના બનતા તાબડતોડ સ્થળ પર પહોંચી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેમની જીપમાં સારવાર અર્થે દવાખાને ખસેડી માનવતા મહેકાવી હતી