asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લીઃ સાઠંબા પોલીસની વિદેશી દારૂના બુટલેગરો સામે લાલ આંખઃબે જગ્યાએ મોપેડમાં વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ


સાઠંબા વિસ્તારમાં બાઈક, મોપેડ પર વિદેશી દારૂ હોમ ડિલીવરી કરવાનું મોટું નેટવર્ક હોવાની લોક ફરિયાદો

Advertisement

સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં સાઠંબા નગરમાં પ્રવેશવાના માર્ગો પર, શિક્ષણ સંસ્થાઓની આજુબાજુ એકટીવા અને બાઈકો પર વિદેશી દારૂના વેચાણની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલના પ્રોહિબિશનની પ્રવૃત્તિ બાબતે પોલીસને કડક વલણ અપનાવવા અને વિદેશી દારૂનો વેપાર બંધ કરાવવા માટે કડક સૂચનાઓ આપ્યા બાદ સાઠંબામાં નવનિયુક્ત પીએસઆઇ આર બી રાજપુતે પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિ બાબતે કડક વલણ અપનાવ્યું છે.
છેલ્લા બે દિવસમાં પોલીસે બે મોપેડ પર હોમ ડિલીવરી કરાતો વિદેશી દારૂ ઝડપી પાડી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે.
સાઠંબા ટાઉન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સાઠંબા બસ સ્ટેશન પાસે બાતમી મળતાં ખરોડ ચોકડી બાજુથી સાઠંબા જતા
રોડ ઉપર એક કાળા કલરની નંબર વગરની એકટીવા ગાડી ઉપર ચંન્દ્રભાણસિંહ દિવાનસિંહ
સોલંકી રહે.વકતાપુર,તા વિરપુર એકટીવા ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતાં
હતા ત્યારે સાઠંબા પોલીસે એકટીવાની વોચમાં નાકાબંધી કરતા જુદી-જુદી કવાટરીયા તથા
બિયર કુલ નંગ-૨૭ જેની કિંમત ૨૫૨૦/-પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી
હતી.

Advertisement

જ્યારે સાઠંબાથી જાલમપુરા જવાના કાચા નાળિયા પર વિદેશી દારૂ લઈને પસાર થવાની બાતમી આધારે સાઠંબા પોલીસે નાકાબંધી કરતાં હિરો મેસ્ટ્રો મોપેડ ચલાવી બુટલેગર આવતો હતો જે પોલીસને જોઈ મોપેડ પાછું વાળીને ભાગવા જતાં ગુજરાત ક્વાૅરી પાસે કાદવમાં ફસાઇ જતાં મોપેડ મુકીને નાસી જતાં પોલીસે મોપેડમાં તપાસ હાથ ધરતાં તેમાંથી બિયરની ટિન નંગ ૧૭ મળી આવ્યાં હતાં જેની કિંમત રૂપિયા ૨૦૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મોપેડ ચાલક સુરપાલસિહ મંગળસિહ સોલંકી રહે. કાશીયાવત તા બાયડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!