મ.લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જે બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ ફુલ એનર્જી સાથે નાટક રજૂ કર્યું. જે નાટકને અરવલ્લી જિલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો.
નેશનલ ડ્રામા સાયન્સ ફેસ્ટિવલની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ ફાસ્ટફૂડનું મહાભારત અને મીલેટ્સનું રામાયણ નામે નાટક રજૂ કર્યું હતું. જેને નિર્ણયકો એ દ્વિતીય પારિતોષિક આપીને પુરસ્કૃત કર્યા હતા .
મિલેટ્સ ધાન્ય ખાવાથી થતા ફાયદા અને ફાસ્ટ ફૂડ ખાવાથી થતા ગેરલાભનો અનોખા અંદાજમાં સ્કૂલની બાળાઓએ ફૂલ એનર્જી સાથે અભિનય કરતા તેમને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો. શાળાના આચાર્ય દિપકભાઈ પટેલ પ્રભારી મંત્રી પરેશભાઈ મહેતા તથા મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંડળના ઉપપ્રમુખ મહેન્દ્ર મામા તેમજ મોડાસા નગરપાલિકાના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ કેમ્પસના ભામાશાહ હોલમાં સમગ્ર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લાની જુદી જુદી આઠ શાળાઓએ નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ધ બેનિફિટ ઓફ મેનકાઈન્ડ અંતર્ગત મિલેટ્સ ધાન્ય ખાવાથી થતા ફાયદા અને આજની પેઢી જે રીતે ફાસ્ટ ફૂડ તરફ વળી ગઈ છે તેને મિલેટ્સ ધાન્ય તરફ વાળવાનો નોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફાસ્ટફૂડ થી હૃદય રોગ, એસીડીટી, ઓબેસિટી જેવા રોગો વધે છે અને રાગી, જુવાર, બાજરી, બંટો, રાજગરો જેવા અનાજ ખાવાથી રોગોથી રાહત મળે છે. જેવો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો.