એક ચોમાસામાં બીજીવાર લાખેશ્વરી વિસ્તારમાં પાણી ભરાયાંઃકાયમી નિકાલ કરવાની રહિશોની માંગ
બાયડ તાલુકામાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણી આવતાં શહેરના લાખેશ્વરી
વિસ્તારમાં ચાર ફુટ સુધી પાણી ભરાઈ ગયા હતા.ત્યાર બાદ પાલિકા તંત્ર હરક્તમાં આવ્યું હતું
અને આ વિસ્તારમાં પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું. બાયડ શહેરમાં
આવેલ નિચાણવાળા વિસ્તાર લાખેશ્વરીમાં શનિવાર-રવિવારે વરસાદ એકા-એક વરસાદ
પડતા સોમવારે વરસાદી પાણી ઘસી આવતા અંદાજે ૧૦ વધુ મકાનના વિસ્તાર બેટમાં ફેરવાઈ
ગયા હતા.જેના લીધે આ વિસ્તારના અનેક પરીવારને પારાવાર હાલકીનો સામનો કરવો
પડયો હતો જેથી બાયડ નગરપાલિકાએ ટ્રેકટર ના માધ્યમથી ઈલેકટ્રીક મોટર થી પાણી
ખેંચવાની કામગીરી હાથ ધરી હતી