અરવલ્લી જીલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પાસે
આવેલ અંબર હોટલ પર અઢી મહિના અગાઉ રાત્રીના સુમારે દારૂની હેરાફેરીની અંગત અદાવતમાં ત્રણ શખ્સો સ્વીફ્ટ કારમાં પહોંચી આતંક મચાવી હોટલ કાઉન્ટર પર ફાયરિંગ કરી હોટલ મેનેજરને ધમકી આપી હોટલ આગળ પાર્ક કરેલી કાર પર આગ લગાડી ફરાર થઇ જતા જીલ્લા પોલીસતંત્ર સ્થળ પર દોડી ગયું હતું ફાયરિંગના આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે દોઢ મહિના પછી શામળાજી પોલીસે રાજસ્થાનના પોખરણ નજીક રહેતા શૂટરને ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
શામળાજી પોલીસે અંબર હોટલ પર ફાયરિંગ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સ અને બાતમીદારો સક્રિય કરતા ફાયરિંગની ઘટનાનો આરોપી દેવીસિંહ ઇન્દ્રસિંહ રાજપૂત (ધોલિયા, હાલ રહે,ભવાનીપુરા,પોખરણ-રાજ) હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસ રાજસ્થાનની સ્થાનિક પોલીસના સંકલન માં રહી તપાસનો દોર યથાવત રાખ્યો હતો રાજસ્થાન પોલીસે ફાયરિંગ કરનાર શૂટર દેવીસિંહ ઇન્દ્રસિંહ રાજપૂતને દબોચી લીધો હતો આ અંગે શામળાજી પોલીસને જાણ કરતા PSI વી.ડી.વાઘેલા અને તેમની ટીમ તાબડતોડ રાજસ્થાન પહોંચી ટ્રાન્સફર વોરંટના આધારે દેવીસિંહ ઇન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અંબર હોટલ પર ફાયરિંગના ગુન્હાનો અન્ય આરોપી અમદાવાદ જેલમાં હોવાથી તેની ધરપકડ કરવા શામળાજી પોલીસે તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
શું છે સમગ્ર ઘટના વાંચો
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં આવેલી અંબર હોટલ પર સોમવારે રાત્રીના 11 વાગ્યાના સુમારે ત્રણ શખ્સો સ્વીફ્ટ કારમાં પહોંચી સ્વીફ્ટ કાર રોડ કિનારે ઉભી રાખી કારમાંથી એક શખ્સ હાથમાં રિવોલ્વર સાથે હોટલ કાઉન્ટર પર પહોંચી ફાયરિંગ કરતા કારના કાચ તૂટી ગયા હતા હોટલ મેનેજરને ધમકી આપી પિસ્ટલ તાક્યા બાદ પિસ્ટલનો બટ મારતા હોટલ મેનેજર રંગુસિંહ મસંગસિંહ રાઠોડ લોહીલુહાણ થઇ ગયા હતા કારમાંથી અન્ય એક શખ્સ દંડા વડે હોટલ બહાર પડેલી ગ્રાહકોની બે ત્રણ કારના કાચ તોડી નાખી તેમજ હોટલમાં તોડફોડ કરી દંગલ મચાવી અન્ય શખ્સે કાર પર પ્રવાહી છાંટી આગ લગાડી દેતા કાર ભડભડ સળગી ઉઠી હતી પિસ્તોલ ધારક શખ્સે જતા જતા હવામાં ગોળીબાર કરી ભયનો માહોલ સર્જી ફરાર થઇ ગયા હતા હોટલ પર બુટલેગરોના સાગરીતોના આતંકથી હોટલ સ્ટાફ અને ગ્રાહકો ફફડી ઉઠ્યા હતા અને નાસભાગ મચી હતી હોટલ પર ફાયરિંગ કરનાર ત્રણે શખ્સો રવિવારે રાત્રે હોટલ પર જમવા આવ્યા હતા અને હોટલ કર્મીને તુમ્હારા શેઠ કહા ગયા ઔર પુલીસકા બાતમીદાર બન ગયા હૈ ઔર હમારે શેઠ કી ગાડીયા પકડાવતા હૈ કહીં તુમ્હારે શેઠ ટીંકિયા કો બોલ દેના કોઈ ભી પુલીસ વાલે કો હોટલ પર ખાના ખીલાને કા નહીં ઔર હમારે શેઠ કે બીચ મૈં આયા તો ફાયરિંગ કર કે માર ડાલેંગેની ધમકી આપ્યા બાદ બીજા દિવસે ફાયરિંગ કરી આતંક મચાવ્યો હતો
શામળાજી પોલીસે અંબર હોટલના મેનેજર રંગુસિંહ માસંગસિંહ રાઠોડની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા ઈસમો સામે ઇપીકો કલમ –
307,324,427,435,504,506(2),34,120 (બી) તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ત્રણે હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત તેજ કરી હતી