બાયડ તાલુકાના સાઠંબા નગરમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશના સ્થાપનાના પાંચમા દિવસે ધોધમાર વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી ગણેશની શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું
શ્રી નીલકંઠ મહાદેવ પરિસરમાં 38 માં ગણેશ મહોત્સવ, શ્રી લાખેશ્વર મહાદેવ પરિસરમાં 13 માં બાલ ગણેશ મહોત્સવની સાઠંબા નગરમાં ધોધમાર વરસાદ વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવતાં વાતાવરણ ગણેશમય બની ગયું હતું. દર વર્ષે સાઠંબા નગરમાં સ્થાપનાના પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવે છે.
સાઠંબા નગરમાં તમામ ભક્તોમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજી પર અનોખી શ્રદ્ધા હોય છે. ગણેશ ભક્તો વરસતા વરસાદમાં ગુલાલની છોળો વચ્ચે ડીજેના તાલે કૂદવા લાગ્યા હતા સાઠંબા નગર ગણપતિ બાપ્પા મોરિયા વર્ષી લૌકરીયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું
સાઠંબા નગરમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, શ્રી લાખેશ્વર મહાદેવ મંદિર, વાલ્મિકી સમાજ, રાવળ યોગી સમાજ, નવીનગરી વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઠંબા પોલીસે શ્રી ગણેશ મહોત્સવમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. સાઠંબાના તમામ ગણેશ મંડળોના ગણપતિની પ્રતિમાનું વિસર્જન ખાંડા જળાશય ખાતે કરવામાં આવ્યું હતું