asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી: ટીંટોઇ ગામના માર્કેટયાડ નજીકથી પાણીના ટેન્કરની ચોરી કરનારને ટીંટોઇ પોલીસે ગણતરીના કલાકોમાં બે ચોરોને દબોચ્યા


ચોરી કરનાર એક ચોર મીન્હાજ દધાલિયાળા ટીંટોઇ ગામનોજ ચોર નીકળ્યો

Advertisement

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપીથી ઉકેલી કાઢી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યું છે.ટીંટોઇ ગામના વતની અરવિંદભાઈ કડિયા(કોન્ટ્રાકટર) પોતાની માલિકીનું પાણી નું ટેન્કર માર્કેટયાડ નજીક ખુલ્લા પ્લોટમાં મૂકેલ હોય તો રોજ કામકાજ અર્થે પોતાની સાઇટ ચાલતી હોય તો કડિયા કામ માટે લઈ જવાનું હોય તો ખુલ્લી જગ્યા પર પાણી નું ટેન્કર ન મળતા તેઓએ નજીકના પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક અજાણ્યો ઇસમ ટ્રેક્ટરની પાછળ પાણી ટેન્કર બાંધી લઈ જતા સીસીટીવી માં કેદ થયો હતો.ટીંટોઇ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ભેદ ઝડપીથી ઉકેલી કાઢી આરોપીઓને ગણતરીના કલાકોમાં અને ડિટેકટેડ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Advertisement

ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે.રાઠોડ અને તેમની ટીમ ટીંટોઇ માર્કેટયાડ નજીકથી પાણી નું ટેન્કરની ચોરી અજાણ્યા ઈસમોએ ચોરી કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.ટીંટોઇ માર્કેટયાડ નજીક મેશ્વો કેનાલ પાસેથી ફરિયાદીના માલિકીનું વાદળી કલરનું ૫૦૦૦લિટરનું પાણીનું ટેન્કર જેની કિંમત રૂ.૨૨૦૦૦/- નું ચોરી થયેલ જે ટેન્કર સબંધે સીસીટીવી ફૂટેજ ચેલ કરતા એક આછી સફેદ હુંડવાળી સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર જણાઇ આવતા રજીસ્ટર નંબર જણાઈ ના આવતા ટેન્કરના સબંધે પોલીસ સાથે તપાસ દરમ્યાન બાતમી મળતા ટીંટોઇ ગામેથી ચોરીથયેલ ટેન્કર ટ્રેક્ટર સાથે બાંધી રાજેન્દ્રનગર ચોકડી થઈ દાવલી ટોલ ટેક્સ તરફથી લઈ બે ઈસમો આવી રહેલ બાતમી મળતા દાવલી ટોકટેક્સ નજીકથી ચોરી થયેલ ટેન્કર સાથે બે ઇસમોને પકડી વાદળી કલરના કલરના ટેન્કર સબંધે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ના હોય જે ટ્રેક્ટર ટેન્કર સહિત ચલાવડાવી પોલીસ સ્ટેશનમાં લાવી આરોપીઓની પૂછપરછ કરતા આરોપી ૧) મીન્હાજ રહીમભાઈ દઘાલીયાળા રહે.ટીંટોઇ,તા.મોડાસા.જી.અરવલ્લી ૨) હરસિધ્ધ કરણભાઈ પરમાર રહે.મોદરસુબા તા.મોડાસા,જી.અરવલ્લી બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!