અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક સહિત આજુ-બાજુ ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આકાશમાં કાળા ડિંબાગ વાદળો ધેરાયા બાદ વીજળીના કડાકા,ભડાકા અને મેધ ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.મુરઝાતા ખેતીના વિવિધ પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
Advertisement
ભિલોડામાં ઠેર ઠેર નિચાણવાળા અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અસહ્ય ગંદકી નું સામ્રાજ્ય વધતા માંખી – મચ્છરો અને જીવાત નો ઉપદ્રવ દિન-પ્રતિ-દિન વધતા રોગચાળો વકરી રહ્યો છે.
Advertisement
Advertisement