વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરએ કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ ત્યારથી સમગ્ર દેશમાં સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના દોલતપુર ગામમાં અનુ.જાતિ સમાજના અગ્રણીઓએ 2309 વાંસની વાવણી કરી સંકલ્પ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી
દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત રાજ્ય બાસના સંયોજક હસમુખ સક્સેના અને બાયડ શહેરના અનુ.જાતિ સમાજના અગ્રણીઓએ પ્રકૃતિ પ્રેમી ર્ડો. અમિત જયસ્વાલની ઉપસ્થિતિમાં દલપતપુરા ગામની સીમમાં 2309 વાંસ ના છોડનું રોપણ કરી પર્યાવરણ બચાવો દેશ બચાવોના નારાને સાર્થક કરી સંકલ્પ દિવસની ઉજવણી કરી હતી વૃક્ષા રોપણ કરી ર્ડો.બાબા સાહેબ આંબેડકરે કરેલ સંકલ્પને સાર્થક કરવા લોકોને આહવાન કર્યું હતું