અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરો સામે લાલ આંખ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશને પગલે પોલીસ દોડાદોડી કરી વિવિધ વાહનો મારફત થતી વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી રહી છે શામળાજી પોલીસે પાલ્લા-ઓડ રોડ પરથી ન્યુ બ્રાન્ડેડ સ્વીફ્ટ કારમાંથી 2.11 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને પીએસઆઈ વી.ડી.વાઘેલા તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશનના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા બોરનાલા તરફથી નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે પાલ્લા-ઓડ ગામ નજીક વોચ ગોઠવાતા બુટલેગર પોલીસ જીપ જોઈ દારૂ ભરેલી સ્વીફ્ટ કારને રિવર્સ કરી ભાગવા જતા સ્વીફ્ટ કાર બંધ થઇ જતા બુટલેગર કાર અંધારામાં મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે બિન વારસી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1728 કીં.રૂ. 211680/- સહીત કાર મળી કુલ રૂ.7.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી