તુમ્હારે શેઠ ટીંકિયા કો બોલના કોઈ ભી પુલીસવાલા આયે તો ખાન ખીલાને કે નહીં કહી હોટલ પર ફાયરિંગ પ્રકરણમાં એકને દબોચ્યો
SP શૈફાલી બારવાલે ફાયરિંગ પ્રકરણની તપાસ PI ખાંભલાને સોંપી
સ્ટેટ મોનેટરીંગ સેલે રતનપુર ઠેકા પરથી દારૂ ભરીને પસાર થતી દારૂની લાઈનનો પર્દાફાશ કરી ચાર કાર ઝડપી લેતા બુટલેગરે રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલ અંબર હોટલ પર ત્રણ શખ્સ મોકલી ફાયરિંગ કરી કાર સળગાવી આતંક મચાવી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી હોટલ પર ફાયરિંગની ઘટનાના દોઢ મહિના બાદ પોલીસ રાજસ્થાનના એક આરોપીને ઝડપી લીધો છે ફાયરિંગ પ્રકરણના આરોપીને પોલીસે કોર્ટ માં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથધરી હતી
શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક હોટલ પર ફાયરિંગ પ્રકરણની તપાસ કરનાર પીઆઇ ખાંભલાએ જણાવ્યું હતું કે રાજસ્થાન ધોલિયા ગામના દેવીસિંહ ઇન્દ્રસિંહ રાજપૂત આરોપીને પોલીસે ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથધરી છે અરવલ્લી પોલીસે
ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ હાથવગા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી