26 C
Ahmedabad
Monday, December 4, 2023

અરવલ્લી : ભિલોડા નજીક કારે પલ્સર બાઈક ચાલકને ઉડાવ્યો સ્થળ પર મોત, ઇડર વાંટડાના આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારનું આક્રંદ


અરવલ્લી જીલ્લાના ભિલોડા ધોલવણી ત્રણ રસ્તા નજીક ઈયોન કાર ચાલકે સામેથી પસાર થતી પલ્સર બાઇકને ધડાકાભેર ટક્કર મારતા ઇડર વાંટડા (પોશીના)ના બાઈક ચાલક આશાસ્પદ યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અકસ્માત સ્થળે લોકો માનવતા ચુક્યા હોય તેમ મૃતકની લાશને વાહનમાં મુકવાથી દૂર રહ્યા હતા

Advertisement

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના વાંટડા (પોશીના) ગામનો 30 વર્ષીય અજય બાબુભાઇ મનાત નામનો આશાસ્પદ યુવક પલ્સર બાઈક લઇ શામળાજી તરફ કામકાજ અર્થે નીકળ્યો હતા રાત્રીના સુમારે પરત ફરતા ધોલવાણી ત્રણ રસ્તાથી ભિલોડા તરફ પસાર થતા સામેથી યમદૂત બની આવેલ ઈયોન કાર ચાલકે કાર ગફલતભરી રીતે ફુલસ્પીડે હંકારી પલ્સર બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર તફડીયા ખાઈ દમ તોડી દીધો હતો અકસ્માતના પગલે ભિલોડા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી હતી અકસ્માતના પગલે પરિવારજનો ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પહોંચી હૈયું હચમચાવી દેતું આક્રંદ કરતા સમગ્ર પંથકમાં શોકગની છવાઈ હતી ઈયોન કાર ચાલક અકસ્માત સર્જી કાર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો

Advertisement

ભિલોડા પોલીસે મૃતક યુવકના પિતા બાબુ ભાઈ દીતાભાઈ મનાતની ફરિયાદના આધારે ઈયોન કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!