દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનને મોટા પ્રમાણમાં આવકાર મળી રહ્યો છે જો કે કેટલાક નેતાઓ અધિકરીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવતા હોય તેમ ફોટો સેશન પૂરતું સીમિત કરી દીધું હોવાની ગુજરાતમાં ઠેર ઠેર ઘટનાઓ બની છે જે સોશ્યલ મીડિયામાં રમૂજને પાત્ર બનતી હોય છે ત્યારે અરવલ્લી જીલ્લા પંચાયતના નવનિયુક્ત મહિલા પ્રમુખ ઉપસ્થિતિમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન ફોટો સેશન પૂરતું હોય તેમ રોડ પર કે અન્ય સ્થળ પર કચરા કરતા સખી મંડળની બહેનો વધુ જોવા મળતી હતી
અરવલ્લી જીલ્લા પંચાયત નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રી મતિ પ્રિતાંકાબેન સુભાષભાઈ ડામોર તેમના મત વિસ્તાર મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામની સખી મંડળની બહેનો દ્વારા યોજાયેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયેલ સ્વચ્છતા અભિયાનના જોડાયા હતા આ સ્વચ્છતા અભિયાનમાં રોડ સહીત અન્ય સ્થળે સફાઈ અભિયાનના નામે જાણે રમૂજ કરવામાં આવતી હોય તેમ સ્થળ પર સામાન્ય કચરો પડ્યો હતો જાણે સ્વચ્છતા અભિયાનનું ફોટો સેશન ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સ્વચ્છતા અભિયાનના ફોટો સોશ્યલ મીડિયામાં ફરતા થતા અનેક લોકોએ ટીખળ કરી હતી કે સ્વચ્છતા અભિયાનમાં કચરો થોડો અને સખી મંડળની બહેનો વધુ હતી તો આ કયા પ્રકારનું સ્વચ્છતા અભિયાન છે