બાયડ તાલુકામાં 108 એમ્બ્યુલન્સના જીતપુર અને સાઠંબા કર્મીઓની સમયસૂચકતા અને સચોટ સારવારના પગલે અલાંણા અને રુપારેલ ગામમાં સાપ કરડવાના મામલે બે મહિલાઓનો જીવ બચાવી શકાયો છે.
સાઠંબા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ કર્મીઓને શનિવારે બપોરે રૂપારેલ ગામમાં એક મહિલાને સર્પે ડંખ મારવાની વર્ધી મળતાં તરત જ ઇએમટી મુકેશસિંહ પરમાર અને પાયલોટ બળવંતસિહ બારીયા રૂપારેલ જવા નીકળી ગયા હતા રસ્તામાં દર્દીના સગાને ફોન કરી દર્દીને પ્રાથમિક સારવાર શું આપવી તે બાબતે માહિતી આપી રૂપારેલ ગામ પહોંચી દર્દી ચતુરીબેન બુધાભાઈ બારીયા જે બેભાન હાલતમાં હતા તેમને તાત્કાલિક સારવાર ચાલુ કરી તૈયારીમાં ઓક્સિજન પોઝિશન આપી જાણી લીધું કે દર્દીના જમણા પગના અંગૂઠા ની બાજુમાં સર્પ દંશ થયો છે તેમને તાત્કાલિક નજીકની વાત્રક હોસ્પિટલ પહોંચાડતાં દર્દીનો જીવ બચી ગયો હતો
બાયડ તાલુકાના અલાંણા ગામે રવિવારે એક મહિલાને સાપ કરડ્યાની ઘટના બનતાં જીતપુર 108 એમ્બ્યુલન્સ કર્મીઓ ઉપર વર્દી આવતા ઇએમટી મુકેશસિંહ પરમાર અને પાયલોટ સંજય પરમાર તાબડતોબ અલાંણા ગામે જવા નીકળી ગયા અને દર્દીના સગા સાથે ટેલિફોનિક સંપર્કમાં રહી પ્રાથમિક શું સારવાર કરવી તે જણાવતા રહી અલાંણા ગામમાં પહોંચી બેભાન હાલતમાં દર્દી ગીતાબેન નરસિંહભાઈ ખાંટ ખાટને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ સારવાર ચાલુ કરી નજીકની વાત્રક હોસ્પિટલમાં પહોંચાડતાં તેમનો જીવ બચી ગયો હતો. દર્દીઓના સગાઓએ 108 એમ્બ્યુલન્સ કર્મીઓનો આભાર માન્યો હતો.