શહેરા
પંચમહાલ જીલ્લામા આજે વિવિધ જગ્યાઓ પર ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતુ. જેમા શહેરાનગર તથા ગ્રામીણ વિસ્તારમાં સ્થાપિત ગણપતિની પ્રતિમાઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. ગણપતિ બાપા મોરિયા આવતા વરસે લકરિયા જેવા ગગન ભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યુ હતુ. નગરપાલિકા પાસે આવેલા શહેરાના વિશાળ તળાવમા ગણપતિની મુર્તિઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. ગણપતિ મુર્તિઓના વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
પાંચ પાંચ દિવસના આતિત્થ માણ્યા બાદ ગજાનન ગણપતિનુ શહેરાનગરમાં વાજતે ગાજતે વિસર્જન પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામા આવ્યુ હતુ. શહેરાનગરમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેવી કે જોગેશ્વર મહાદેવ, શિવમ સોસાયટી,સિંધી સોસાયટી,શાંતાકુજ સોસાયટી,ગ્રીનપાર્ક સોસાયટીમાં સહિત અન્ય સોસાયટીઓમા પણ વિવિધ જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરવામા આવી હતી. ગણપતિ ભક્તો દ્વારા રોજ આરતી પુજન પાંચ પાંચ દિવસ કર્યા બાદ ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતુ. શહેરાનગરમાં રવિવારે બપોર બાદ ગણેશજીની પ્રતિમાઓની વિશાળ શોભાયાત્રા કાઢવામા આવી હતી.જે શહેરાનગર મેઈન બજાર, વૈજનાથ ભાગોળ,સિંધી ચોકડી, મુખ્ય હાલોલ-શામળાજી હાઈવે, હોળી ચકલા થઈ મુખ્ય તળાવ ખાતે પહોચી હતી. ગણપતિની પ્રતિમાઓને વિશાળ ટેક્ટર પર બેસાડીને શોભાયાત્રા કાઢવામા આવી હતી,સાથે ડી.જેના તાલે ગણેશભક્તો ઝુમતા જોવા મળ્યા હતા.શહેરાના તળાવ ખાતે પણ તંત્ર દ્વારા તરાપાઓની વ્યવસ્થા કરવામા આવી હતી. જેની મદદ વડે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યુ હતુ.ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલદી આના જેવા ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યુ હતુ.ગણેશ પ્રતિમાઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતા.ગણપતિ વિસર્જનયાત્રામા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.શહેરાના ગ્રામીણ વિસ્તારોમા પણ વિવિધ જગ્યાઓ પર ગણેશજીની પ્રતિમાઓનુ સ્થાપન કરવામા આવ્યુ હતુ.તળાવોમાં ગણપતિની મુર્તિઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ.આમ પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગણપતિ દાદાની ભાવભરી વિદાય ભકતોએ આપી હતી.