અરવલ્લી જીલ્લાના પ્રજાજનો માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આરોગ્યલક્ષી અને અકસ્માતની ઘટનાઓમાં દેવદૂત બની અનેક લોકોના જીવ બચાવવામાં સફળ રહી છે મેઘરજ તાલુકાના જામગઢ ગામની મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડતા રસ્તામાં અસહ્ય પીડા થતા એમ્બ્યુલન્સ કર્મીઓને એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો હતો પ્રસૂતાને બે બાળક હોવાની જાણ થાત કુનેહ પૂર્વક જોડિયા બાળકનો જન્મ થયો હતો પ્રસૂતા મહિલા અને બંને બાળકો તંદુરસ્ત હોવાથી પરિવારજનોમાં આનંદ છવાયો હતો
ઇસરી ૧૦૮ એમ્બ્યુલન્સને શનિવારની રાત્રે 11 વાગે મેઘરજ તાલુકાના જામગઢ ગામનો ડીલેવરી નો કેસ મળ્યો હતો.ઈસરી એમ્બુલન્સ નો સ્ટાફ ટૂંક સમયમાં સ્થળ પર પહોંચી ગયા.ત્યાં જઈને જોયું તો મનિષાબેન મહેન્દ્રભાઈ પાંડોર ઉંમર 24 વર્ષ તેમને પ્રસ્તુતિનો દુખાવો વધારે ઉપડેલો હતો તો ઇએમટી સંજય લવજીભાઈ પટેલ અને પાયલોટ રસિકભાઈ વાળંદે પેશન્ટ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં લઈ અને ચેક કર્યું અને રિપોર્ટ જોતા માલુમ પડ્યું કે મનિષાબેનને ટવીન્સ બાળક છે.ત્યારે મનીષાબેન ને પ્રસુતિનો દુખાવો વધારે ઉપાડતા તાત્કાલિક જ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી સંજય પટેલ એ એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવવાનું નક્કી કર્યું. તરત જ મનીષાબેનને ઓક્સિજન અને પોઝિશન આપી એક બેબી નોર્મલ ડિલિવરી થઈ જ્યારે બીજા બેબી ડિલિવરી માટે ચેક કરું તો બીજું બેબી ઉંધુ હતું ત્યારે Ercp માર્ગદર્શન પ્રમાણે રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સ માં મનીષાબેનને બંને બેબી ની નોર્મલ ડિલિવરી કરાવી ત્યારે બંને બેબી અને માતા સહી સલામત હતા.પ્રસૂતા મહિલા અને બંન્ને બાળકને નજીકના મેઘરજ સારવાર માટે ખસેડ્યા હતા પ્રસૂતા મહિલા અને પરિવારજનોએ સંજય પટેલ અને પાયલોટ રસિકભાઈ વાળંદ નો આભાર વ્યક્ત કર્યો.