ભિલોડામાં સંસ્કાર સોસાયટીના ગણપતિ બાપાની આબેહુબ મુર્તીનો વહેતા જળમાં વિસર્જન કરાયું
ગણપતી બાપાના ભકતો ભાવવિભોર
સામુહિક ભોજન સમારંભ યોજાયો
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે સંસ્કાર સોસાયટીના રહેવાસીઓ ધ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પાવન દિને ગણપતી બાપા નું વાજતે – ગાજતે વિધિ-વિધાન પુર્વક શ્રધ્ધાભેર સ્થાપન કર્યા બાદ સવારે અને સાંજે સતત પાંચ દિવસ સુદી રોજ પુજન, અર્ચન, આરતી કર્યા બાદ સામુહિક આરતી નો ધાર્મિક કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
ભિલોડા સંસ્કાર સોસાયટીના ગણપતી બાપાની આબેહુબ મુર્તી નું ભક્તોએ ભકિતભાવ પુર્વક વહેતા જળમાં વિસર્જન કર્યું હતું.ગણપતી બાપાના ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.ગણેશ મહોત્સવના પાંચમા દિવસે રાજુભાઈ ગેવરચંદ સોની પરીવાર તરફથી ભોજન – પ્રસાદ નો ભાવિક ભક્તોએ સામુહિક રીતે લાભ લીધો હતો.