19 C
Ahmedabad
Tuesday, November 28, 2023

અરવલ્લી : માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં પતિએ 5 મહિનાનું બાળક પત્ની પાસેથી છીનવી લઇ પત્નીને કાઢી મૂકી,181 અભયમ મહિલાની મદદે


અરવલ્લી જીલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન અત્યાચારનો ભોગ બનેલ મહિલા,સગીરાઓ માટે દેવદૂત સમાન બની રહી છે અનેક પરણિત પરિવારનો ગૃહ કંકાસમાં ઘર સંસાર તૂટતો બચાવ્યો છે લગ્નેતર સબંધમાં અનેક પરિવારો બરબાદ થઇ ચુક્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નેતર સબંધમાં પતિએ
તમામ મર્યાદાઓ વટાવી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે

Advertisement

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પછીના આડા સબંધોને કારણે ઉભી થતી ગૃહ કંકાસ અને મહિલા અત્યાચારનો કિસ્સો બહાર આવ્યો છે પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધના પગલે તેની પત્ની પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી પતિ-પત્નીના લગ્નના સુખરૂપ સંસારના પગલે જન્મેલ 5 મહિનાના બાળકને છીનવી લઇ તેના સાસુ સસરા પણ કપાતર પુત્રને સાથ આપતા જાનથી મારી નાખવાની ધમકી આપતા પરણિતાએ 181 અભયમ હેલ્પલાઈન નો સંપર્ક કરતા મહિલાને તેને 5 મહિનાનું બાળક પરત અપાવ્યું હતું

Advertisement

માલપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી 181 અભયમ હેલ્પલાઈનને એક મહિલાએ ભારે આક્રંદ સાથે તેની આપવીતી જણાવતા કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ મહિલાને ટેલિફોનિક સાંત્વના આપી તાબડતોડ મહિલા પાસે પહોંચ્યા હતા મહિલાએ તેના પતિ અને સાસુ સસરાના ત્રાસ અને 5 મહિનાના વ્હાલા સોયા બાળકને છીનવી લીધો હોવાનું જણાવતા મહિલા સાથે 181 અભયમની ટીમ સાસરીમાં પહોંચતા પ્રેમાંધ પતિ ફરાર થઇ ગયો હતો 181ની ટીમે પરણિતાના સાસુ સસરાને કાયદાકીય ભાષામાં સમજ આપતા તુરંત મહિલાને 5 માસનું બાળક સોંપી દેતા મહિલા ચોધાર આંસુએ રડી પડી હતી પીડિત મહિલાને બાળક સાથે તેના પિયરમાં મૂકી દીધી હતી અને સામાજીક સમાધાન કરવા જણાવી તો પણ પતિ ન સુધારે તો પોલીસ ફરિયાદ કરવા સમજાવ્યા હતા મહિલા અને તેના પરિવારજનોએ 181 અભયમ હેલ્પલાઈન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!