શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા મોડાસા નગરપાલિકા, તાલુકા સંઘ, સહકારી જીન, સાબરકાંઠા બેંક માં પદગ્રહણ કરનાર મહાનુભાવોનો સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી સેક્રેટરી મુકુન્દ શાહે કરી હતી ત્યારબાદ સમાજમાં ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ આપી સ્વાગત પ્રવચન કર્યું. ત્યારબાદ એસોસિએશનના અગ્રણી ઈસ્માઈલભાઈ દાદુએ મહાનુભાવોનું શબ્દોથી બહુમાન કર્યું. ત્યારબાદ મંડળીના ચેરમેન પંકજભાઈ બુટાલા એ મહાનુભાવના કાર્યોનું વર્ણન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી. હતી
કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનના સભ્ય અને નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ બી શેઠનું પંકજભાઈ બુટાલા એ બુકે અને શાલ થી સન્માન કર્યું. એ જ રીતે નગરપાલિકાના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ નું બુકે અને શાલથી રમણભાઈ પ્રજાપતિએ સન્માન કર્યું. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અતુલભાઇ જોશીનું ઉપપ્રમુખ નરેન્દ્રભાઈએ બુકે અને શાલથી સન્માન કર્યું. તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ પટેલ બુકે અને શાલથી ઈસ્માઈલભાઈ દાદુએ સન્માન કર્યું. સહકારી જીનના ચેરમેન વિમલભાઈ પટેલનું બુકે અને શાલથી ઉપપ્રમુખ પ્રવીણભાઈએ સન્માન કર્યું. સાબરકાંઠા બેંકના વોઇસ ચેરમેન ભીખાજી ડી ડામોર નું બુકે થીખજાનચી જયેશભાઈ ગાંધીએ અને શાલથી સેક્રેટરી મુકુન્દભાઈ શાહે સન્માન કર્યું. સન્માન બાદ સન્માનિત મહાનુભાવો એ પોતાના સુંદર પ્રતિભાવ અને એસોસિએશન અને મંડળીને જ્યારે પણ જરૂર હોય ત્યારે ખભે ખભા મિલાવીને કામ કરવાની તૈયારી દર્શાવી. અંતમાં સહ મંત્રી મનીષભાઈ ભાવસારે સમગ્ર કાર્યક્રમ ની અને પધારેલ મહાનુભાવોનું આભાર માની આભાર દર્શન કર્યું.