asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

અરવલ્લી આઈ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત મોડાસામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઇ


ગુજરાત રાજ્યમાં સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા અભિયાન અંતર્ગત બાળકો,સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં આજે મોડાસા ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ અભિયાન હેઠળ જાગૃતિરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ અને બાળકો અને કિશોરીઓમાં કુપોષણ, લોહીની ઉણપ અને જન્મ સમયે ઓછું વજન ધરાવતા શિશુઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે આવા પરિવારની ગર્ભવતી બહેનો તથા ધાત્રી માતાઓની વિશેષ કાળજી રખાય અને તેઓને પોષણ અભિયાન હેઠળ સ્વાસ્થ્ય આહાર મળી રહે તે માટે બાળકના પ્રથમ ૧,૦૦૦ દિવસ, એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન તથા પૌષ્ટિક આહાર સહિતના તમામ ઘટકોને કેન્દ્રમાં રાખી સપ્ટેમ્બર માસની રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ દ્વારાનું પ્રશસ્થાન કરાવ્યું હતું.આ સાથે જિલ્લાના અન્ય વિભાગના અધિકારીઓ તેમજ અરવલ્લી જિલ્લા ICDS વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો જોડાયા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!