ગોધરા
પંચમહાલ જિલ્લાની જેપુરા- હાલોલની પગાર કેન્દ્ર શાળા ખાતે આત્મા કચેરી, પંચમહાલ દ્વારા પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ તકે પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ એક કદમ આગળ વધવા માટે જિલ્લાના ડાયટ વાર્ષિક પ્લાન અનુસાર પર્યાવરણ બચાવો,પ્રકૃતિ બચાવો અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાના પ્રાથમિક શિક્ષકો મોટા પ્રમાણમાં એકઠા થઈને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ જેપુરા મુકામે ડાયટ કક્ષાના અધિકારી તેમજ આત્માના અધિકારી ઘનશ્યામભાઈ અને સુરેશભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.
આજના શિક્ષણમાં જો પ્રાકૃતિક ખેતી અંગે ચિતાર આપવામાં આવશે તો આવનાર ભવિષ્યમાં દરેક વિદ્યાર્થી પ્રાકૃતિક ખેતી શું છે? અને તેનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તથા ફાયદાઓ અંગે માહિતગાર બનશે.શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતતા આપવામાં આવે તો આવનાર ભવિષ્યમાં મોટા પ્રમાણમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી જે જમીન,પર્યાવરણ અને પાણીને બચાવે છે તેની વિશેષ માંગ ઉભી થશે તેવું આજના કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતીનું સાહિત્ય સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અભિગમને તેમના પુસ્તક અર્પણ કરીને શિક્ષક મિત્રો તેમજ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું