બાયડ તાલુકાના ઊંટરડા ગામે સુપ્રસિદ્ધ શ્રી દિપેશ્વરી માતાજીના મંદિરે અંદાજીત એક લાખ કરતાં વધુ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા
ભાદરવી પૂનમના દિવસે બાયડ તાલુકાના ઊંટરડા ગામે આજુબાજુના વિસ્તારના જેવા કે દેહગામ, બાયડ, ચોયલા, વાત્રક, ધનસુરા, સાઠંબા, ઉભરાણ, ગાબટ, જીતપુર , તેનપૂર ગામોના ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
ગુરુવાર રાતથી પગપાળા ચાલતા પદયાત્રીઓ દર્શન કરવા રસ્તા પર જોવા મળ્યા હતા.
જેમાં ૨૫ હજારથી વધારે ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો તેમજ બાયડ તાલુકાના સુંદરપુરા રામજી મંદિરને ભકતો દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
તેનપુર, રોઝડ રોડ ઉપર વાહનો ની લાંબી લાઈનો જોવા મળી તેમજ સ્થાનિકો દ્વારા જણાવાયું હતું કે માતાજી નાનો મોટો પ્રસંગ હોય તો પણ માતાજીના ગેટ આગળ થઈને જ દર્શન કરવાનો મહિમા છે.