ભવિષ્ય ઉજ્જ્વળ ન દેખાતા આંદોલનનો માર્ગ અપનાવ્યો…
જ્ઞાન સહાયક ભરતીને લઇને ABVP નો ભારે રોષ
રાજ્યવ્યાપી આંદોલનમાં ઝંપલાવતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદAdvertisement
જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે, સમગ્ર રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે. આ રાજ્યવ્યાપી આંદોલનનમાં હવે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ ઝંપલાવી દીધું છે. અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેક્ટર કચેરી ખાતે, જ્ઞાન સહાયકની ભરતીને લઇને વિરોધ કર્યો હતો. શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેને લઇને મોટી સંખ્યામાં પોલિસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. વિદ્યાર્થી સંગઠનનો ભારે રોષ હતો, જેને લઇને પોલિસે કલેક્ટર કચેરીનો મુખ્ય ગેટ પણ બંધ કરવો પડ્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે બે મહિના પહેલા આવેદન પત્ર આપ્યું હતું, જેનો યોગ્ય નિકાલ નહીં આવતા કલેક્ટર કચેરી ખાતે ભાર વિરોધ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને પ્રાંત અધિકારી સાથે મુલાકાત કરી, તાત્કાલિક જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
હાલ તો જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે એબીવીપી લડી લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ લાગે છે,, પણ આગામી દિવસોમાં નક્કર પરિણામો મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, હાલ યુવાનોના હિતનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. ક્યાં છે, તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું,,,