asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી: ટીંટોઇ ગામે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની શૌર્ય યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું


ભારત વર્ષ માં વિશ્વ હિંદુ પરિષદ ને ૬૦ વર્ષ પૂર્ણ થતાં અરવલ્લી જિલ્લામાં પ્રેરણારથ સાથે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા શૌર્યયાત્રા યોજાઈ રહી છે.૬૦ વર્ષ પૂર્ણ થતાં સંતોના આહવાન ઉપર સેવા,સંસ્કાર અને સુરક્ષાના સિદ્ધાંત પર કાર્યરત હિન્દૂ યુવા નિર્માણ માટે આ શૌર્ય જાગરણ યાત્રા રથનો પ્રારંભ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી કરવામાં આવ્યો હતો અને આ શૌર્યયાત્રા રથ ભિલોડા ભવનાથ મંદિરથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યો હતો.જયારે મોડાસા તાલુકાના અલગ અલગ ગામોમાં ફરી મોડાસાના સાકરીયા,વરથુ, ઉમેદપુર,જીતપુર,બોલુન્દ્રા અને ટીંટોઇ ગામે શૌર્યયાત્રા રથ આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ રથ ટીંટોઇ હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યો હતો.ત્યારબાદ શૌર્યયાત્રા રથ નું વાજતે ગાજતે ટીંટોઇ ના મુખ્ય બજારના લીમડા ચોકે પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ટીંટોઇ ગ્રામજનોએ શ્રી રામચંદ્ર ભગવાનની આરતી કરી શૌર્યયાત્રારથ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્ય બજારના લીમડા ચોક વિસ્તારમાં મહા આરતીના કાર્યક્રમમાં ટીંટોઇ ના વેપારીઓ અગ્રણીઓ આગેવાનો માતાઓ બહેનો વૃદ્ધો બાળકો તથા યુવાનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઇ ગામમાં જય શ્રી રામના ગગન ભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ટીંટોઇ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ મહા આરતી અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

રથ સાથે આવેલ વિશ્વ હિંદુ પરિષદ અરવલ્લી જિલ્લાના પ્રમુખ સંજયભાઈ ભાવસાર અને તેમના કાર્યકરોને આવકારી જયશ્રી રામના નારાથી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટીંટોઇ ગામના સેવાભાવી દિનેશભાઇ પટેલ,દેવાંગભાઈ સોની,વિકાસભાઈ ભંડારી, રમેશભાઈ સુથાર,પ્રફુલભાઇ પ્રજાપતિ,સહિત ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

ટીંટોઇ ગામમાં શૌર્યયાત્રામાં કોમી એકતા અને ભાઈચારો જોવા મળ્યો
ટીંટોઇ ગામમાં શૌર્યયાત્રા રથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શૌર્યયાત્રા રથ નું વાજતેગાજતે ટીંટોઇ ગામમાં રથ નીકળતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ આવે ઇસ્માઇલભાઈ રસુલભાઈ પટેલ,સલીમભાઈ બાકરોલીયા સહિત મુસ્લિમ સમાજના યુવકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!