અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી શ્રી.એન.એસ.પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ દર વર્ષે યોજાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. લો કોલેજના વિદ્યાર્થીઓને અમદાવાદ સાબરમતી જેલ તેમજ ગાંધી આશ્રમની મુલાકાતે લઈ જવાયા હતા. જેમાં ડૉ અશોક શ્રોફ, ડૉ સોનિયાબેન જોશી, પ્રાધ્યાપિકા પ્રતિક્ષાબેન, પ્રાધ્યાપિકા આરતીબેન આ પ્રવાસમાં જોડાયા હતા. અમદાવાદની સબજેલની મુલાકાત દરમિયાન જેલ ના તમામ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ ને કાયદાને અનુલક્ષી ને તમામ માહિતી આપવામાં આવી હતી
લો ના વિદ્યાર્થી રવિ ડબગર, કેવલ સોની, રવિ પટેલ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોના સાથ સહકાર થી એક દિવસીય શૈક્ષણિક વિઝિટ સફળ રહી હતી.
અરવલ્લી: મોડાસાની શ્રી.એન.એસ.પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓ સાબરમતી સબજેલની મુલાકાતે
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -