ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત આજથી ‘અમૃત કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આઝાદીકા અમૃત મહોત્સવ અનુસંધાને અમૃત કળશયાત્રા “મારી માટી, મારો દેશ” નો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભાઓમાં શુક્રવારે એક સાથે 11:00 કલાકે પ્રારંભ કરવામાં આવી છે જેના ભાગરૂપે અરવલ્લી જીલ્લાની ત્રણે ત્રણ વિધાનસભાઓમા સંગઠન પ્રમુખ રાજેન્દ્ર પટેલ તેમજ રાજ્યક્ક્ષા મંત્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં તેમજ મહિલાઓ તેમજ જિલ્લા-તાલુકા સંગઠનના હોદ્દેદાર અને કાર્યકર્તાઓની આગેવાનીમાં યોજાઈ હતી