asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

અરવલ્લી : E-Way Bill અને જી.એસ.ટી. ચલણ વગર લોંખડની પીકઅપ ડાલામાં હેરાફેરીનો પર્દાફાશ કરતી SOG,10.16 લાખનો જથ્થો જપ્ત


ગુજરાતમાં બિલ્ડીંગ મટેરિયલ્સમાં મોટા પ્રમાણમાં ટેક્ષ ચોરી થઇ રહી છે અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેન્દ્ર નગર ચોકડી નજીક પીકઅપ ડાલામાંથી મોટા પ્રમાણમાં લોંખડના તાર, સહીત માલસામાનની ટેક્ષ ચોરીનો પર્દાફાશ કરી 10.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ડાલાના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન તરફથી પીકઅપ ડાલામાં ગેરકાયદેસર માલસામાનની ટેક્ષ ચોરીની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પર વોચ ગોઠવી બાતમી આધારીત પીકઅપ ડાલું આવતા અટકાવી તલાસી લેતા ડાલામાંથી લોંખડના ગોળ વીંટાળેલ વાયર,એલ્યુમિનિયમની પટ્ટીઓ, સફેદ કલર તાડપત્રી રોલ,સ્ટીલના સ્પેર સ્પાર્ટ્સ,નટ બોલ્ટ સહિતનો માલસામાન મળી આવતા પીકઅપ ડાલાના ડ્રાઇવર હરજ્ઞાનસિંહ દાવજીરામ જાટ (નારાયણ કટ્ટા, રાજસ્થાન) પાસેથી E-Way Bill અને જી.એસ.ટી. ચલણ વગર ટેક્ષ ચોરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા 10.16 લાખનો ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!