asd
18 C
Ahmedabad
Monday, December 9, 2024

મનચ્યુંરીયનની મફત લિજ્જત માણવા ન મળતા પોલીસે ગેસનો બાટલો લઇ લીધો : મોડાસા ચાર રસ્તા પોલીસની દાદાગીરી સામે ફેરિયો લાચાર


મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી પર રાત્રીના સમયે નો એન્ટ્રીન આડમાં ભારે વાહન ચાલકો પાસેથી ઉઘરાણું થતી હોવાની ચર્ચા

Advertisement

કમાઉ દીકરા સમાન ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા કર્મીઓ અને ટીઆરબી જવાન તલપાપડ રહે છે

Advertisement

SP શૈફાલી બારવાલ ખાખીને બદનામ કરનાર જવાબદાર કર્મીઓ સામે શખ્ત કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Advertisement

સરકારનો પગાર લેતા પોલીસકર્મીઓની ચાઈનીઝ નાસ્તા હાઉસની લારી ચલાવતા ગરીબ દંપતિ સામે દાદાગીરી કરતા પ્રજાજનોમાં ભારે ફિટકાર

Advertisement

અરવલ્લી SP શૈફાલી બારવાલની સ્વચ્છ છબી અને માનવીય અભિગમને પગલે લોકોમાં ટૂંક સમયમાં ભારે લોકચાહના મેળવી છે ત્યારે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓની ભ્રષ્ટ વૃત્તિ અને દાદાગીરીના પગલે પોલીસતંત્રની છબી ખરડાઈ રહી છે મોડાસા ચાર રસ્તા પર રાત્રે ચા-નાસ્તા અને ઠંડા પીણાંની લારી ઉભી રાખી પરિવારો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા કેટલાક કર્મીઓ ખાખીનો દમ બતાવી મફતમાં ચા-નાસ્તાની મજા માણતા હોય છે લારી સંચાલકો મજબૂરીમાં પોલીસને તાબે થતા હોવાની ચર્ચા ચારે કોર ચાલી રહી છે ત્યારે ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસકર્મીઓએ ચાઈનીઝ લારી ચલાવતા દંપતિ સામે રોફ બતાવતા ચાર રસ્તા પર ઉભેલ લોકો સમસમી ઉઠ્યા હતા.

Advertisement

Advertisement

મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા કર્મીઓ શુક્રવારે રાત્રે ચાર રસ્તા કોર્નર પર ચાઈનીઝ લારી ચલાવતા દંપતી પાસે પહોંચી મન્ચ્યુરિનની બનાવવાનો ઓર્ડર આપતા ફેરિયાએ ફૂલ પ્લેટના 100 રૂપિયા થતા હોવાનું જણાવી 50 રૂપિયા આપવાનું કહેતા પોલીસકર્મી અને ફેરિયા વચ્ચે થોડી રકજક થતા પોલીસ ચોકી પર ફરજ બજાવતો અન્ય પોલીસકર્મી દોડી આવ્યો હતો અને મગજ પર જાણે ખાખીનો નશો સવાર થયો હોય તેમ લારીવાળા ફેરિયાને દમ મારી અમારી પાસેથી પૈસા માંગે છે કહીં લારી પરથી ગેસની બોટલ ઉઠાવીને જતો રહ્યો હતો અને કાલથી અહીંયા લારી મુકતો નહીં લારી જપ્ત કરવાની ધમકી આપી ધંધો કરતો નહીં નહીં તો ભારે પડશેની લુખ્ખી દાદાગીરી કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા ચાઈનીઝ લારી ચલાવતા યુવકને દંપતિએ પોલીસ ચોકીમાં જઈ ગેસની બોટલ પરત કરવા આજીજી કરતા પોલીસકર્મીએ ગેસ બોટલ પરત આપી હતી ગેસ બોટલ લઇ લેતા ચાઈનીઝ લારી પર ધંધા માટે રાખેલ મટેરીયલ પડી રહેતા લારી સંચાલક દંપતી રડમશ બન્યું હતું

Advertisement

મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા બે કર્મીઓની લુખ્ખી દાદાગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જીલ્લા પોલીસવડા સમગ્ર ઘટના અંગે તપાસ કરાવે અને દાદાગીરી રોફ જમાવનાર કર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!