અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નવીન પોલીસ હેડ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં આરપીઆઈ કચેરી, એમટી સેક્શન, માઉન્ટેડ કચેરી, ઘાસ ગોડાઉન, ડોગ કેનાલ તેમજ હોર્સ સ્ટેબલનો સમાવેશ થાય છે… અંદાજે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ની ખુલ્લું મુકતા રાજ્ય પોલિસ વડાએ ખુશી વ્યક્ત કરી હતી… આ સાથે જ SP કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કૉન્ફરન્સ પણ યોજી હતી.
રાજ્ય પોલીસવડા તરીકે ચાર્જ સંભાળ્યા પછી પ્રથમવાર અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચેલા વિકાસ સહાય એ જણાવ્યું કે તેમની કારકિર્દીની શરૂઆત મોડાસાથી થઈ હતી અને પ્રથમ તાલીમમાં સાબરકાંઠા જિલ્લામાં કરી હતી અને ત્યારબાદ પ્રથમ પોસ્ટિંગ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે થયું હતું.
અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચેલા રાજ્ય પોલીસે વડા અને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ લોકાર્પણના કાર્યક્રમો પૂર્ણ કરીને એસપી કચેરી પહોંચ્યા હતા જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ માં જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં ક્રાઈમ ને લગતી જરૂરી માહિતી મેળવી હતી સાથે જ રાજસ્થાનમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું