asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

BJP MLA પી.સી.બરંડાના ઘરનો રાજસ્થાની રસોઈઓ લૂંટનો આરોપી : LCBએ ત્રણ આરોપીને 7.70 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા


નવનિયુક્ત SP શૈફાલી બારવાલ અને તેમની ટીમે પડકારજનક લૂંટના ગુન્હાને ભારે જહેમત બાદ ઉકેલી નાખી ત્રણ રાજસ્થાનીને જેલ હવાલે કર્યા
ધારાસભ્ય અને તેમની પત્નીનો ભરોષો રાજસ્થાની રસોઇયાએ તોડ્યો, તિજોરીમાંથી 50 હજાર ચોરી કરી તેના સાથીદારો સાથે મળી 16.30 લાખની લૂંટને અંજામ આપ્યો
રસોઇયાએ 50 હજાર ચોરી કર્યા ધારાસભ્ય કે તેમની પત્નીને જાણ ન થતા ધારાસભ્ય વિધાનસભા સત્રમાં હાજરી આપવા જતા રસોઇયાએ*રજા પર ઉતરી લૂંટનો પ્લાન ઘડી નાખ્યો
લૂંટ કરતા પહેલા આરોપીઓએ રેકી કરી પરત ફરી વોન્ટેડ લાલા ડામોરના ઘરે પાર્ટી કરી રાત્રીના બે વાગ્યાના સુમારે ત્રાટક્યા

ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામમાં ઘરે થોડા દિવસ અગાઉ રાત્રીના સુમારે ત્રાટકી તેમના પત્નીને બંધક બનાવી બે બુકાનીધારી લૂંટારુઓએ ઘરની તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ધારાસભ્યની પત્નીને તુમકો નુકસાન નહીં કિયા ઔર કમા લેના કહીં રફુચક્કર થઇ જતા ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા SP શૈફાલી બારવાલ સહીત જીલ્લા પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ, એફએસલની ટીમ ઉતરી પડી હતી શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધાયા બાદ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપી હતી જેમાં સાબરકાંઠા પોલીસ પણ જોતરાઈ હતી

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લાખ્ખો રૂપિયાની લૂંટની ઘટનામાં તેમના ઘરે રસોઈ કરતા શકમંદ રાજસ્થાની રસોઈયા પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રોતની અટકાયત કરી મેરેથોન પૂછપરછના અંતે પણ લૂંટની ઘટના અંગે મગનું નામ મરી પાડતો ન હતો પોલીસે વિવિધ ટિમો બનાવી સતત રાજસ્થાનમાં પડાવ નાખી ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં માહીર શકમંદો પર વોચ ગોઠવવાની સાથે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો સક્રિય કરતા લૂંટના ગુન્હામાં સંડોવાયેલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ વેલાજી ઢુંહા અને પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રોત રેલ્લાવાડા તરફ આવતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાઈક સાથે દબોચી લઈ ચોરીનો મુદ્દમાલ સહીત બાઈક મળી રૂ.7.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપી નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાત (રહે,રામપુર-રાજ)ને દબોચી લીધા હતા લૂંટના ગુન્હામાં સંડોવાયેલ લાલા મોંઘા ડામોર (ધામોદ-રાજ) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!