અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે ટીંટોઈ પોલીસે ફિલ્મીઢબે સ્વીફ્ટ કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 34 હજારથી વધુનો દારૂ ઝડપી લીધો હતો શામળાજી પોલીસે ટ્રકમાં સફારી બેગની બિલ્ટીની આડમાં સંતાડીને ઘુસાડાતો 16.54 લાખથી વધુનો શરાબ જપ્ત કરી ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા જીવણપુર-સરડોઇ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થવાની બાતમી મળતા પોલીસે રામેશ્વરકંપા નજીક વોચ ગોઠવી બાતમી આધારિત કાર આવતા અટવાવવા જતા કાર ચાલકે કાર હંકારી મુકતા પોલીસે પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગર ગોખરવા નજીક કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારમાંથી વિદેશી દારૂ બોટલ-બિયર ટીન નંગ-287 કીં.રૂ.34600/- અને કાર મળી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલા તેમજ તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે આવતા ટ્રકને અટકાવતા ટ્રક ચાલક થોડે દૂર ટ્રક રોડ સાઈડ મૂકી અંધારામાં ટ્રક ચાલક અને ક્લીનર ઝાડી ઝાંખરામાં દોટ લગાવતા પોલીસે પીછો કરી સાહીબખાન મુજાહીદ મુસલમાન (રહે,ખાનપુર ઘાટી-હરિયાણા) ને દબોચી લઇ ટ્રકમાં તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ-6228 કીં.રૂ.1654800/- નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ,મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂ.24.56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક ચાલક મૂનફેદ ઈશાખાન મુસલમાન સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી