કવિ, નવજીવન પ્રેસ અમદાવાદના પ્રુફ રીડર, જોડણીકાર, ગુજરાતી ભાષા તજજ્ઞ એવા વજેસિંહ પારગીનું કેન્સરની લાંબી બિમારી બાદ 60 વર્ષની વયે દુઃખદ અવસાન તારીખ 23/09/2023 ના રોજ થયુ હતુ. તેઓની વિદાયના પગલે સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતના પૂરા આદિવાસી સમુદાયમાં શોક ફેલાયો હતો.
08/10/2023 ના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે તેઓ માટે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌ કોઈ દ્વારા સ્વ. કવિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.દાહોદ જિલ્લાના ઈટાવા ગામનાં વતની કવિ વજેસિંહ પારગીના માતૃશ્રી ચતુરાબેનને લોકફાળાથી એકત્રિત કરેલ નિધિ સ્વરૂપે રૂપિયા એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમા આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ મેનેજમેન્ટ ટીમના તમામ સદસ્યો ઉપસ્થિત રહીને શબ્દોથી ભાવાંજલિ વ્યક્ત કરી હતી.
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે સ્વ. કવિ વજેસિંહ પારગીનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
Advertisement
Advertisement