શહેરા,
પંચમહાલ જીલ્લામાં નવરાત્રીના પર્વને લઈ ખૈલયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યોછે.શહેરાનગરમાં વર્ષોથી વસવાટ કરતા પ્રજાપતિ સમાજના કારીગરો દ્વારા બનાવામા આવતા કલાત્મક રંગબેરંગી ગરબાની ભારે માંગ છે.નવરાત્રીના લઈ ગરબાની પણ ખરીદી ભાવિકો કરી રહ્યા છે.
નવરાત્રીના પર્વને બજારોમાં કલાત્મક માટીના કલાત્મક ગરબાની માંગ વધી છે.શહેરાનગરમાં સિંધી બજાર વિસ્તારમાં વર્ષોથી રહેતા પ્રજાપતિ સમાજના માટીકામના કારીગરો દ્વારા કલાત્મક ગરબા બનાવામા આવે છે.નવરાત્રી પર્વના એક મહિના પહેલા જ માટીકામના કારીગરો દ્વારા આ ગરબા બનાવાનુ કામ શરૂ કરી દેવામા આવે છે.પર્વની માંગને લઈને માટીના ગરબાઓ બનાવામા આવે છે.માટીના ગરબા ચાક પર તૈયાર કરવામા આવે છે.તેને ભઠ્ઠીની આગમાં પકવામા આવે છે.ત્યારબાદ તેના પર લાલ રંગ લગાવામા આવે છે.બદલાતા જમાના સાથે હવે કારીગરો દ્વારા પણ બનાવટની કામગીરીમાં સાથીયાવાળા,ચાંદલાવાળા માટીના કલાત્મક ગરબાઓ બનાવામા આવે છે.માટીના સાદા ગરબાઓ પણ બનાવામા આવે છે.પ્રજાપતિ સમાજમાં હવે માટીકામના કારીગરો ઓછા થઈ ગયા છે.ઘણા ઓછા માટીકામના કારીગરો છે કે જેઓ આ બાપદાદાના વ્યવસાયને જાળવી રાખીને આ અદ્દભુત માટીકલાને જીવંત રાખી રહ્યા છે.માટીકામના આ કારીગરો દ્વારા જે ગરબાનો સેટ બનાવામા આવે છે.તેમા મોટો ગરબો,નાનો ગરબો,તેના ઉપર કોડીયુ મુકવામા આવે છે.અને પાંરપરિક ગરબો તૈયાર થાય છે.
હાલમાં ગરબાઓમાં મોતીવાળા,સાથિયાવાળા ગરબાઓની ભારે ડિમાન્ડ છે.શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા આવે છે.ગરબાના ભાવ ક્વોલીટી પ્રમાણે હોય છે.જેમા 100 રૂપિયાથી માંડીને 130 અને 150 રૂપિયા સુધીની કિમંતમા વેચાય છે.