હાલોલ
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે શરદીયા નવરાત્રીના પ્રથમ દિવસે દોઢ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.આદ્યશક્તિ આરાધનાનું પર્વ એટલે શરદીયા નવરાત્રી ને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં આવનાર ભાવિક ભક્તો ની સુરક્ષા અર્થે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર ૭૦૦, ઉપરાંત પોલીસ ખડકી દેવામાં આવી છે.તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં આવશે જેનું સતત મોનિટરિંગ તળેટી ખાતે આવેલાપોલીસ મથકના કંટ્રોલ રૂમથી કરવામા આવશે.તળેટી સુધી જે માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા પચાસ ઉપરાંત એસટી બસો ૨૪ કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.જ્યારે ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી સુવિધાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પાવાગઢ તળેટી ખાતે તેમજ માંચી ખાતે તેમજ ડુંગરપુર આરોગ્યલક્ષી ઈમરજન્સી માટે તબીબો સહિત ની ટીમો ૨૪ કલાક કાર્યરત માં આવી રહી છે.