રાજસ્થાન સરહદમાં રતનપુર ચેકપોસ્ટ અકસ્માતની ઘટનાને પગલે મરણ ચીસોથી ગુંજી ઉઠી,મૃતકોના પરિવારજનોનું હૈયાફાટ રૂદન
ગમખ્વાર અકસ્માતના પગલે શામળાજી પોલીસ રાજસ્થાન પોલીસની મદદે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 નવરાત્રીના પ્રથમ નોરતે રંગરંજીત બન્યો હતો ડુંગરપુર-વીંછીવાડા વિસ્તારના તુફાન જીપમાં શ્રમિકો ભરી અમદાવાદ તરફ રમરમાટ પસાર થતા રાજસ્થાન પોલીસ ચોકી નજીક રતનપુર ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ ભટકાઈ પલ્ટી ખાઈ જતા તુફાન જીપનો કડૂચાલો વળી ગયો હતો જીપમાં મુસાફરી કરતા કમનસીબ 8 જેટલા શ્રમિકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અન્ય 9 જેટલા ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા મૃતકોનો આંક વધી શકે છે રાજસ્થાન પોલીસ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,રાજસ્થાન રાજ્યની સરહદમાં રતનપુર ચેકપોસ્ટ નજીક રવિવારે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માતમાં 8 લોકો મોતને ભેટતા ભારે ગમગીની સર્જાઈ હતી ડુંગરપુર-વીંછીવાડા પંથકના 17 જેટલા શ્રમિકો ભરી તુફાન જીપ રતનપુર ચેકપોસ્ટ નજીક આગળ પસાર થતા ટ્રકને ટક્કર માર્યા બાદ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તુફાન પલ્ટી જતા જીપનો કડૂચાલો વળી ગયો હતો તુફાન જીપમાં બેઠેલા 8 મુસાફરો રીતસરના પોટલું વળી ગયા હોય તેમ તેમના મૃતદેહના ચિથરેહાલ થતા ઠેર ઠેર લોહીના ખાબોચિયાં અને માંસના લોચેલોચા પડતા સમગ્ર રોડ રક્તરંજિત બન્યો હતો તુફાન જીપમાં સવાર 9 મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા જેમાં બે મુસાફરોની હાલત ગંભીર જણાતા તાબડતોડ હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા હતા મૃતકના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું રાજસ્થાન પોલીસે મૃતકોની લાશને પીએમ માટે ખસેડવા તજવીજ હાથધરી હતી