શક્તિનું આરાધનના પર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવાની સાથે ગરબા મેદાન પર અને 1500 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાં આવશે નવરાત્રી પર્વમાં કેટલાક અસામાજિક તત્ત્વો દારૂ ઢીંચી ગરબા મેદાન અને જાહેરસ્થળોએ છાકટા બની ઉન્માદ મચાવતા હોવાની ઘટનાઓ ન બને તે માટે જીલ્લા પોલીસ બ્રેથ એનલાઇઝર મશીન સાથે મેદાન સ્થળે ઉપસ્થિત રહેશે તેમજ રોમિયો ને નાથવા ઠેર ઠેર શી-ટીમના કર્મીઓ સાદા ડ્રેસમાં ગરબા મેદાન અને બહારના સ્થળોએ વોચ ગોઠવી ખેલૈયાઓની સુરક્ષા કરશે
અરવલ્લી જીલ્લામાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી ,9 પોલીસ ઇન્સ્પેકટર,21 સબ ઇન્સ્પેકટર,453 પોલીસ જવાન,590 હોમગાર્ડ,અને 408 જીઆરડી જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગરબા સ્થળો અને જીલ્લામાં લોંખડી સુરક્ષા ગોઠવવામાં આવી છે પોલીસતંત્ર ગરબા મેદાન પર બ્રેથ એનલાઇઝર મશીન સાથે તૈનાત રહશે તેમજ શી-ટીમના કર્મીઓ સાદા કપડામાં ગરબાના મેદાનમાં અને મેદાન બહાર ઉપસ્થિત રહી છેલબટાઉ રોમિયો ગીરી કરતા શખ્સોને દબોચી લેવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે