આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની સાથે વરસાદી ઝાપટા પડતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાની લકીર તણાઈ છે પ્રથમ નોરતે દિવસભર વાદળછાયું વાતાવરણ અને બપોરના સુમારે મેઘગર્જના થવાની સાથે ફોરાં પડ્યા બાદ આકાશે વાદળો વિખેરાતા ખેલૈયાઓ અને આયોજકોએ આંશિક રાહત અનુભવી હતી વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોના તૈયાર ખરીફ પાકનો કોળિયો છીનવાય તેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે
નવરાત્રીના પ્રથમ નોરતે રવિવારે દિવસભર આકાશે વાદળો ગોરંભાયા હતા બપોરના સુમારે મેઘગર્જનાનો રણકાર સાંભળી ખેલૈયાઓ અને આયોજકના રંગમાં ભંગ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જીલ્લામાં વાદળછાયા વાતાવરણના પગલે અસહ્ય બફારા અને ગરમી થી લોકોએ રાહત અનુભવી હતી જોકે વરસાદી વાતાવરણ બનતા ખેડૂતો માં ચિંતાની લાગણી પ્રસરી હતી