28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

અરવલ્લીઃ છ મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનારને સગીરા સહિત વડવાસા(પ્રાંતિજ)થી આંબલીયારા પોલીસે દબોચ્યા


અરવલ્લી જીલ્લાના પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કડક સુચનાઓ આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તૈયાર થઈ ગયું છે.
બાયડ તાલુકાના તેનપુર ગામેથી એક ઈસમે સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ આંબલીયારા પોલીસ મથકે છ માસ અગાઉ નોંધાઈ હતી.
પરંતુ તે ગુનાનો આરોપી અને ભોગ બનનાર સગીરા આજ દિન સુધી લાપત્તા હતાં.
આંબલીયારા પોલીસ મથકના ગુનાને ઉકેલવાની આગવી સુઝબુઝ ધરાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર જે કે જેતાવતે આંબલીયારા પોલીસ મથકે આવતાંની સાથે વણઉકલ્યા ગુનાઓને ઉકેલવાની દિશામાં કામગીરી હાથ ધરી છ મહિના જુની ફરિયાદમાં હ્યુમન સોર્સીસ કામે લગાડી સચોટ માહિતી મેળવી સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામે પોલીસ સ્ટાફની ટીમ સાથે ત્રાટકી આરોપી ચરપોટ ભાવેશ હડ્યાભાઈ ઉર્ફે સુરેશભાઈ ઉં. વ. ૧૯. મુળ રહે. નાળફળિયું,મારગાળા, તા. ફતેપુરા જી . દાહોદને ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને આરોપીની ચુંગાલમાંથી છોડાવી તેના વાલીવારસોને સોંપવા તજવીજ હાથ ધરી ગુનાની વધુ તપાસ તપાસ અધિકારી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર બાયડ એમ એમ માલિવાડ ચલાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!