31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ હવે ફોર્ચ્યુનરમાં દારૂની હેરાફેરી : ટીંટોઈ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બામણવાડ નજીક...

હવે ફોર્ચ્યુનરમાં દારૂની હેરાફેરી : ટીંટોઈ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બામણવાડ નજીક બિનવારસી ફોર્ચ્યુનરમાંથી 1.29 લાખનો દારૂ ઝડપ્યો

0
172

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા શખ્ત કાર્યવાહી હાથધરી છે જીલ્લા પોલીસતંત્રએ નવરાત્રી તહેવારના પગલે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકીંગ હાથધર્યું હોવા છતાં બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ટીંટોઈ પોલીસે ગડાદર હાઇવે પર વોચ ગોઠવતા વિદેશી દારૂ ભરી પસાર થતી ફોર્ચ્યુનર નો ફિલ્મીઢબે પીછો કરી વિદેશી દારૂની 344 બોટલ જપ્ત કરી હતી બુટલેગર ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા કવાયત હાથધરી હતી

ટીંટોઈ પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર ગડાદર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા હરિયાણા પાસિંગની ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે ફોર્ચ્યુનર બામણવાડ ગામ તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર બામણવાડ ગામ નજીક કાચા રસ્તા પર ગાડી લોક કરી ઝાડીઓમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી ફોર્ચ્યુનર માંથી વિદેશી દારૂની 344 બોટલ કીં.રૂ.1.29 લાખ સહીત કુલ રૂપિયા 11.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!