અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી હાથધરી છે મોડાસા શહેરની સહયોગ ચોકડી નજીક પાન પાર્લરમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની ચર્ચા વચ્ચે ખલીકપુર ગામ નજીક આવેલ એકલીંગજી સોસાયટીમાં રહેતો મેહુલ નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી LCB પોલીસની ટીમે મળતા તાબડતોડ ત્રાટકી ઘરમાંથી વિદેશી દારૂની 131 બોટલ ઝડપી પાડી હતી પોલીસ રેડની ગંધ આવી જતા નામચીન બુટલેગર મેહુલ જયસ્વાલ ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા એકલીંગજી સોસાયટીમાં રહેતો નામચીન બુટલેગર મેહુલ જયસ્વાલે નવરાત્રીમાં દારૂની રેલમછેલ કરવા ઘરમાં દારૂ ભર્યો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ત્રાટકી તેના ઘરે તલાસી લેતા દારૂનો જથ્થો જોવા ન મળતા પોલીસ ચોકી ઉઠી હતી જોકે બાતમી સજ્જડ હોવાથી પોલીસે ઘરમાં શોધખોળ યથાવત રાખતા પાણીની ટાંકીમાં બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલ વિદેશી દારૂ-બિયર બોટલ નંગ-131 કીં.રૂ47600 /- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર મેહુલ નરેન્દ્ર જયસ્વાલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી