સાઠંબા આજુબાજુના ગ્રામિણ વિસ્તારની જનતાને ડાૅક્ટરના અભાવે બહાર ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે
સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી પ્રસુતિગ્રુહ પણ બંધ થઇ ગયું:ચાર વર્ષથી મકાન નોનયુઝ જાહેર
સાઠંબામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી ડોક્ટર ના હોવાથી ગ્રામીણ પ્રજાને વધુ નાણાં ખર્ચી મોંઘીદાટ મેડિકલ સુવિધાઓ મેળવવા ખાનગી હોસ્પિટલમાં બહાર જવું પડે છે. બાયડ તાલુકાના સૌથી મોટા રેવન્યુ વિલેજ સાઠંબા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી ડોક્ટર જ નથી સાઠંબાની આજુબાજુ મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે તેઓને મોંઘીદાટ મેડિકલ સારવાર પોષાય તેમ નથી..!!!
તેમ છતાં સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ના હોવાથી લોકોને ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડે છે…!!
સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત થઈ ગયું હોવાથી અહીં આવેલું પ્રસુતિ ગૃહ પણ બંધ કરવાની ફરજ પડી છે…!!
આ મકાન છેલ્લા ચાર વર્ષથી નોનયુઝ જાહેર કરાયું હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવીન મકાન મંજૂર કરી આપવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જેથી ગ્રામિણ પ્રજાને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળી રહે. તેમજ સગર્ભા મહિલાઓને પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલમાં ના જવું પડે.