હાલોલ, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાલ આરતી જેવી આરતી કરવામા આવી હતી.ઉજજૈનથી આવેલા યુવકો દ્વારા ડમરૂ વગાડીને મહાઆરતી કરવામા આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામા ભાવિકો જોડાયા હતા.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીના પર્વને લઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યુ છે.પાવાગઢ મંદિરના પુનઃ નવનિર્માણ અને ધજારોહણ બાદ ભારતભરમાંથી ભાવિકો આ મહાકાલી મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.નવરાત્રીના લઈ ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તો ના અવિરત પ્રવાહ વચ્ચે પાવાગઢ માં કરાઈ અનોખી આરતી કરાઈ હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા મહાકાલ મંડળના 15 જેટલા યુવકો દ્વારા મહાકાલી મંદિર પરિસરમા મહાઆરતી કરવામા આવી હતી.ઉજ્જૈનમા ભગવાન શિવની જે આરતી થાય છે તે રીતે ડમરૂના સુરમય સંગીતના તાલે મહા આરતી કરવામા આવી હતી.આ પહેલા પણ ગયા વર્ષે આ પરિસરમા આરતી કરવામા આવી હતી. માતાજી ને થાળ પણ ધરાવાયા હતા.આ મહાઆરતીનો દર્શનાથે આવેલા ભાવિકોએ પણ લાભ લીધો હતો