એચ.આઈ.વી.,ટી.બી, હિપેટાઈટીસ બી અને સી તથા સીફીલીસ જેવા સંક્રમિક રોગો વિષે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા સબ જેલ ખાતે સ્ક્રિનીંગ અને સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર ધ્વારા વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો( જેલ ,મહિલા ગૃહો ,વ્યસનમુકિત કેન્દ્રો અને બાળ સંરક્ષણ ગ્રુહો ) માટે ૨ ઓકટોમ્બર થી ૩૧ ઓકટોમ્બર સરદાર પટેલ જયંતિ સુધીના સમયગાળા માટે , એચ.આઈ.વી.,ટી.બી, હિપેટાઈટીસ બી અને સી તથા સીફીલીસ જેવા સંક્રમિક રોગો વિષે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી તે અંતર્ગત બંદીવાનોને એચ.આઈ.વી.,ટી.બી, હિપેટાઈટીસ બી અને સી તથા સીફીલીસની બીમારી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક,જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડો.સિદ્દીકી,જીલ્લા ક્ષય અધિકારી ર્ડો.આશિષ નાયક , મેડીકલ ઓફીસર રજનીકાંત જેપાકર, જીલ્લાના આરોગ્યની ટીમ અને જેલ અધિક્ષક જે.જી.ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.