આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થઇ ચુક્યો છે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ગરબા આયોજકો ખેલૈયાઓને આવકરાવા ઉત્સાહિત બન્યા છે બીજી બાજુ જીલ્લાના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે નોરતાના પ્રારંભે માલપુર સહીત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં સામાન્ય વારસાદની આગાહી કરતા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ છે
અરવલ્લી જીલ્લામાં ત્રીજા નોરતે દિવસે વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે આકાશે વાદળોની આવન-જાવન રહેતા અને હવામાન વિભાગે આગાહી કરતા મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગતો નહીં પાડેની તે જોવું રહ્યું વાતાવરણમાં અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નવરાત્રીના પ્રારંભે ખાબેકલ વરસાદમાં માલપુર અને મેઘરજ તાલુકામાં વરસાદ ખાબકતા ખેતરમાં લણીને મુકેલ પાક પલળી ગયો હતો ત્યારે વધુ એકવાર વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂત પરિવારો માં નવરાત્રીનો ઉત્સાહને બદલે નિરાશા પ્રવર્તી રહી છે