મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં માં આદ્યશક્તિ આરાધનામાં લીન બની ઠેર ઠેર ગરબાના આયોજન કરવામાં આવ્યું છે મોડાસા શહેરમાં જીલ્લા હેડક્વાટર મેદાનમાં પોલીસ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજા નોરતે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ હેડક્વાટરની નવરાત્રીમાં પોલીસ અધિકારીઓ,કર્મીઓ અને તેમના પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા નવરાત્રીમાં બાળ ખેલૈયાઓને ઇનામ આપી ઉત્સાહ વધાર્યો હતો
મોડાસા શહેરના શામળાજી રોડ પર નવીન માર્કેટયાર્ડ પાછળ આવેલ જીલ્લા પોલીસ હેડક્વાટર મેદાનમાં પોલીસ પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બીજા નોરતે SP શૈફાલી બારવાલ,DYSP કે.જે.ચૌધરી સહીત જિલ્લામાં ફરજ બજાવતા PI,PSI અને પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો સાથે ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા પોલીસકર્મીઓના પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો