શહેરા,
“જ્ઞાન સહાયક યોજના ” રદ કરાવવા દાંડી થી નિકળેલી યુવા અધિકાર યાત્રા પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવી પહોચી હતી.વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનૂં પંચમહાલના આપના પ્રમૂખ દિનેશભાઈ દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.યુવા અધિકાર યાત્રાનુંવાગત કરવામાં આવ્યું, પદયાત્રામાં યુવાનો જોડાયા હતા.શિક્ષકોની ભરતી માટે અમલમાં મુકેલી “જ્ઞાન સહાયક યોજના” ના વિરોધ માટે અને આ યોજના રદ કરાવવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા ના નેતૃત્વમાં “યુવા અધિકાર યાત્રા” કાઢવામાં આવી છે. દાંડી થી આ યાત્રા નીકળી અને અનેક જિલ્લાઓમાંથી પસાર થઈને સાબરમતી સુધી પહોંચવાની છે.આજે આ યાત્રા પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતે આવી પહોચી હતી.શહેરા બસ સ્ટેશન સૂધી અણિયાદ ચોકડી વિસ્તાર સૂધી યૂવરાજસિંહની આગેવાનીમાં પદયાત્રા યોજાઈ હતી.
યુવરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દાંડીથી અમદાવાદ સુધીની રિવર્સ દાંડી યાત્રાનો અમને પૂરો પ્રતિસાદ મળી રહ્યો છે સામાન્ય લોકો પણ અમને સમર્થન આપી રહ્યા છે તેમને યોજના અંગે તેમણે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જ્ઞાન સહાયક યોજના એ જ્ઞાનનો વેપાર છે 20 તારીખે અમે ગાંધીનગરમાં જનસભા યોજવા જઈ રહ્યા છે.જો આ જ્ઞાન સહાયક યોજના રદ નહી કરવામા આવે તો અમે જરૂર પડે તો ફરીથી કિર્તીમંદિરથી ગાંધીઆશ્રમ આવીશુ,કચ્છથી પણ ગાંધીઆશ્રમ આવીશૂ.ઉત્તર ગૂજરાતથી પણ ગાંધીઆશ્રમ આવીશું.અમે સરકારી કાર્યક્રમોનો પણ બહિષ્કાર કરીશૂ.તેમ જણાવ્યુ હતૂ ત્યારબાદ આ યાત્રા લુણાવાડા તરફ પ્રસ્થાન થઇ હતી.આ યાત્રામાં શિક્ષીત બેરોજગારો,યુવાનો,આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.