મોડાસા તાલુકાના ટીંટોઈ પ્રાથમિક શાળામાં રિસોર્સ રૂમ ખાતે તારીખ 18-10 2023 ને બુધવારના રોજ દિવ્યાંગ બાળકોનો તાલુકા કક્ષાનો નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો જે કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી તેમજ જિલ્લા આઈ.ઇ.ડી.કો-ઓર્ડીનેટર અમિતભાઈ કવિ ના માર્ગદર્શન હેઠળ ધાર્મિક તહેવારો નો દિવ્યાંગ બાળકોને જાણવા વિકાસ અને આનંદ માણવા મળે માટે મોડાસા તાલુકાના બી આર સી કોઓર્ડીનેટર હાર્દિકભાઈ પટેલ અને ટીંટોઇ સી.આર.સી કોઓર્ડીનેટર સંજયભાઈ તેમજ મોડાસા તાલુકાના આઈડી અને આઈ ડી એસ એસ નો તમામ સ્ટાફ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય ગામના આગેવાનો અને દિવ્યાંગ બાળકો તેમજ વાલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવરાત્રિ મહોત્સવ દિવ્યાંગ બાળકો સાથે ઉજવવામાં આવ્યો. દિવ્યાંગ બાળકો અને વાલીઓને પૂરી શાક તેમજ મીઠાઈના દાતા વિશિષ્ટ શિક્ષક સુરેશભાઈ સોલંકી તરફથી મીઠાઈ સાથે ભોજન આપવામાં આવ્યું