Advertisement
ભિલોડા,તા.૧૯
Advertisement
સ્વ. એસ.એચ.જોષી અને બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બામણામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રિન્સિપાલ ડો. એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ ના સ્વયંસેવકો દ્વારા ‘મારી કોલેજ સ્વચ્છ કોલેજ’ ના ભાગરૂપે કેમ્પસમાં સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. એન.એસ.એસ યુનિટ ના સ્વયંસેવકો દ્વારા કેમ્પસમાં સફાઈ કરવામાં આવી હતી.કોલેજનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ અને ૫૦ જેટલા સ્વયંસેવકો મિત્રોએ ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. બ્રીજેશભાઈ પંચાલે કર્યું હતું.સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Advertisement
Advertisement